અમદાવાદ મુલાકાત -ઇવેન્ટ ,સીજ્લર,જન્મદિવસ :) :)

આપડે બહાનું જોઈ અમદાવાદ જવાનું …હમેશા ની જેમ ઇવેન્ટ હોઈ એટલે અમદાવાદ માં ધામા નાખવાના . આ વખતે પણ અમદાવાદ ની મુલાકાત નો મુખ્ય ઉદેશ તો ઇવેન્ટ હતો પણ આપડે તો મિત્રો ને મળવા નું કામ ,ઇવેન્ટ રવિવારે હતી પણ આપડે શનિવારે સાંજે અમદાવાદ માં …ઘુસી ગયા . હવે તમને એમ થાશે જયારે હોઈ ત્યારે અમદાવાદ જાય છે તો અમદાવાદ રહેવા વઈ જા ને …..યારો જાવું જ છે 🙂 કુછ ટાઈમ કે બાદ !!

સવારે ઘરે થી નીકળતા ની સાથે ફેસબુકીયો જીવ એટલે રહેવાય નહિ …..સ્ટેટસ અપડેટ કર્યું કે હું અમદાવાદ આવું છું .ત્યા તો કાલે જે સાંજે અમદાવાદ માં વરસાદ પડીઓ એવો ….પ્રેમ નો વરસાદ શનિવારે મારા પર પડીઓ હતો ….ધોધમાર …. 🙂 લગભગ ૨ ડઝન અમદાવાદી મિત્રો ના ફોન-એસ.એમ.એસ આવિયા કે મારી ઘરે આવી જાવ ..મારી સાથે સાજે જમવા આવજો . પણ વધુ માં વધુ મિત્રો ને મળવા ની કોશીસ કરી . રહેવાનું તો પહેલે થી ફિક્ષ હતું બીજા રાજકોટ થી આવતા મિત્રો સાથે હોટલ માં એટલે કોઈ ને એ લાભ ના આપી શકયો 😦 પછી અમદાવાદ ની સફરે નીકળિયા …. સાબરમતી રીવર ફ્રન્ટ ની મુલાકાત સાથે ઘણું રખડયા ….હા મારી પરમ મિત્ર એવી “સોહા ” ની સાથે ..લગભગ પાંચ વાર એને એનું ભરભટીયુ ઠોકતા ઠોકતા બચાવિયું …એમાં એક વાર એનો વાંક હતો ને બાકી ના બધીવાર બીજા નો ..અને એ પણ કાઈ ઓછી માયા નથી એ પણ એનું ભરભટીયુ ફોર્મુલા વન ના ડ્રાઇવર ની જેમ ચલાવે છે …(આ વાંચી એ માતાજી જરૂર ભડકશે !!! )

રાત્રે બીજા ઘણા મિત્રો ને માળિયા ને એની સાથે “રાત્રી ભોજન ” અર્થે નીકળિયા .. 🙂 છગન-મગન [સજોડે] …ટીચર અને હું એસ .જી હાઈવે પર ” યાન્કી સીજ્લર” માં ગયા. ને પછી જિંદગી માં પહેલી વાર સીજ્લર “ખાધો’. પણ મજા આવી જાણીતા મિત્રો ને વધારે નજીક થી જાણવાનો મોકો મળીયો ….બધા ફેસબુક મિત્રો છે પણ રીયલ મિત્રો થી વધી ને છે ….. 🙂 રાતે હોટલ માં વાતું ના વડા ને સવારે મુખ્ય ઉદેશ ઇવેન્ટ માં ત્યા પણ ફેસબુક મિત્રો સાથે મુલાકાતો …અમદાવાદી મિત્રો માંથી અડધા ત્યા હતા… 🙂 દર વખત ની જેમ ઇવેન્ટ માં થોડા હવા માં ગોળીબાર ને ઘણું બધું નવું સીખીયા ને ઘણા નવા મિત્રો બનાવિયા ઇવેન્ટ પૂરી કરી .

ઇવેન્ટ પછી બીજા મિત્રો ને મળવા નો સિલસિલો પાછુ ચાલુ થયો પણ સૌથી …. જોરદાર “surprise” તો ત્યા હતું મારા મિત્રો ને બેન – બનેવી એ મારા જન્મદિવસ ઉજવણી કરી(એડવાન્સ !!! ) ( હર્ષ ,હિતેશ ,દીપેન ,ગૌરવ ને હેતલ ..ગેંગ ઓફ વાસેપુર !!! નું પરાક્રમ ) . આમ તો મારો હેપીવાલા બર્થડે આવતી ૧૭ સપ્ટેમ્બર ના છે .પણ હું ત્યા અમદાવાદ માં ના હોઈ એટલે ૧૫ દિવસ પહેલા કરી નાખી .. 🙂 🙂 સાચે સાચું કહું જિંદગી ની પહેલી કેક કાપી ….. ગીફ્ટ ને બુકે… જન્મદિવસ પહેલા ખટારો ભરી ને ખુશી ..

અત્યાર સુધી ના અમદાવાદ ની સૌથી બેસ્ટ સફર .. …. ઘણા મિત્રો ને નાં મળી શકવાથી ને ઓછો ટાઈમ આપવા થી થોડા નારાજ છે 😦 પણ યારો હું એકલો ને તમે ઘણાબધા લોકો ..હું એકલો કેટલે પોહોચી શકું ?? …થોડા ફોટા મુકું છું …જોઈ લો ………….


Advertisements

6 thoughts on “અમદાવાદ મુલાકાત -ઇવેન્ટ ,સીજ્લર,જન્મદિવસ :) :)

  1. Soha Parmar (@SohaParmar) કહે છે:

    હે અશ્વિન ભડકીસ તો ખરી જ તારા પર કેમ કે મને ખાલી ખોટી બદનામ કરે છે મારા drive માટે, તને કહ્યું હતું drive કરવા માટે ને, તો બસ, જોઈ લઈસ તને, અને હું માતાજી નથી, તને અમદાવાદ ની સહેર કરાવી એનું કઈ નહિ,

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s