સાસણ ગીર ની મુલાકાત

આમ તો કોઈ ગુજરાતી સાસણ ગીર થી પરિચિત ના હોઈ આવું ના બને .ને હવે તો અમિતાભ ભાઈ ની ” ખુશ્બુ ગુજરાત કી ” જોઈ ને લગભગ બધા ને ખબર પડી ગયી છે.બધા ને ખબર છે તો પણ કહી નાખું સાસણ ગીર એટલે “એશિયાઈ સિંહ ” નું ઘર છે . “ સાવજડા સેંજળ પીવે ને રૂપાળા નર ને નાર ” સોરઠ પથંકના ગરવા ગઢ ‡ગીરનાર જુનાગઢ થી લગભગ ૬૦ કી.મી દૂર છે . આપડે રાજકોટ થી જુનાગઢ ને ત્યા થી ગયા હતા એટલે ખબર છે. બીજા ઘણા રસ્તાઓ છે ત્યા આવા માટે.

શની- રવિ ના જવા નો પ્રોગ્રામ કરીઓ. અમારા મિત્ર શ્રીમયુર ની નવી સ્વીફ્ટ આવી છે તો એ લઇ ને બીજા ૩ મિત્રો સાથે જવા માટે શનિવારે બપોર પછી નીકળિયા. રાતવાસો ત્યા કુદરતી વાતાવરણ માં કરવો હતો.એટલે કોઈ હોટલ ના બદલે મિત્ર ના જાણીતા ની જંગલ માં જ આવેલ વાડી પર રહેવાનું નક્કી કર્યું. બીજી જગ્યા કરતા ત્યા એકંદરે વરસાદ સારો છે પહેલા એટલે જંગલ અત્યારે ખુબ હરિયાળું છે ને જુનાગઢ ની હરિયાળી પણ મસ્ત છે .[છોકરાવ સમજી જાજો;) ] . નાસ્તા ને પેકેટ સાથે વાડીયે રાતે  ધામા નાખીયા રાતે ખુલ્લા માં સિંહ જોવા જવા ના હતા. હા ..જવાઈ નહિ પણ જવા ના હતા એ પણ રાતે ચોક્ખું ગેરકાયદેસર કેવાઈ 😉 પણ રાતે કોઈ આજુ બાજુ માં સિંહ ના કોઈ સમાચાર ના હતા એટલે ના ગયા . મોડીરાત સુધી જંગલ ના અવાજો ને ગીરનાર પર થી આવતી મસ્ત ઠંડી હવા ની મજા લીધી .

બીજા દિવસે અમારા ત્યા ના ખેડૂત ને અમારા ગાઈડ એવા વનરાજભાઈ સાથે જંગલ માં રખડવા નીકળિયા.આમ તો એ પણ ગેરકાયદેસર છે. પણ લોકલ લોકો સાથે હોઈ ને તો આવી રીતે જંગલ માં જવાઈ કેમ કે એ લોકો સિંહ ની આજુ બાજુ માં રહી ને સિંહ નો અનુભવ હોઈ . બાકી આપડે એકલા જાય ને એ લોકો નો સવાર નો નાસ્તો કરી જાય આપડો. કિયાક જો એકાદું સિંહ ફેમીલી કે દીપડો આવી ચડે ને તો …….એ પાર્ટી કરે.

ત્યા જંગલ માં દુર સુધી રખડયા.. પણ સાવજ ના દર્શન ના થયા, પણ જંગલ માં ફરવા ની મજા… સિંહ કે દીપડો આવી જાશે તો ?? ના ડર ની પણ મજા લીધી. પછી ડાલા મથ્થા ને તો જોવા હતા એટલે કાયદેસર સાવજ દર્શન માટે “દેવળિયા પાર્ક” ગયા . દેવળિયા પાર્ક એ સાસણ રોડ થી અંદર લગભગ ૭ કી.મી છે. આ પાર્ક માં ટીકીટ લઇ ને બસમાં સાવજ ને બીજા પ્રાણીઓ ને જોવા માટે લઈ જાય છે ત્યા આપડો નાસ્તો કરી જાવા ની બીક નહિ હો 🙂 ને સિંહ ના દર્શન નો બીજો ઓપ્સન પણ છે. જે ખુલ્લી જીપ માં જોવા મળે સાસણ પાસે પણ એ પરવાનગી લીમીટેડ જ મળેછે. એટલે એ અમારો મેળ ના પડીઓ. અંતે આ”દેવળિયા પાર્ક” વારો ઓપ્સન પસંદ કરીઓ. ત્યા બાકી ધોળિયા[વિદેશી ] ની ટીકીટ ના ભાવ પણ જોરદાર છે ૨૫ $ . બસ માં ગોઠવાઈ ને ત્યા સાવજડા ના દર્શન કરિયા. ત્યા જોઈ ને એમ થયું જો આ જંગલ માં ભેગો થઈ જાય ને કાઈ ના કરે તો પણ ……..તો પણ બે-ત્રણ દી દવાખાને ઝાડા ની સારવાર કરાવવા દાખલ થાવું પડે 😉

બાકી એકવાર જઈ અવાય હો …ને હા દેવળિયા પાર્ક દર બુધવારે બંધ હોઈ છે એટલે કયારે પણ જાવ તો બુધવાર ના આવે એ રીતે જાજો નહિતર સાવજડા જોયા વગર આવું પડશે ને અત્યારે ત્યા બપોરે ૧૨ થી ૩ પણ પાર્ક બંધ હોઈ છે.

Advertisements

One thought on “સાસણ ગીર ની મુલાકાત

  1. નિરવ ની નજરે . . ! કહે છે:

    છોકરાવ સમજી ગયા : )

    પણ છેલ્લા ફોટામાં તો એવું જ લાગે છે કે આ ત્રણ સિહને પકડીને બેસાડી દીધા છે કે આગળથી ટુરિસ્ટની એક ગાડી આવે છે , તો બેઠા રેજો છાનમુના !

    પણ હવે , ત્યાં સિંહોની ખરેખર સંખ્યા કેટલી છે ?

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s