કેવી રીતે જઈશ ફિલ્મ ના ડીરેક્ટર અભિષેક જૈન નો ઈન્ટરવ્યું

કેવી રીતે જઈશ ફિલ્મ ના ડીરેક્ટર અભિષેક જૈન નો ઈન્ટરવ્યું

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની એક સફળ ફિલ્મ કેવી રીતે જઈશ ને “Big Gujarati Entertainment Awards ” પર ૭ અવોર્ડ વિજેતા ફિલ્મ ના ડીરેક્ટર અભિષેક જૈન નો ઈન્ટરવ્યું લીધો.આપડો પેલો અનુભવ છે કે કોઈ નો આવી રીતે ઈન્ટરવ્યું લીધો ને મન માં આવીયા એવા સવાલો પૂછયા. કોઈ પણ જાત ની મારી ઓળખાણ વગર મને ઈન્ટરવ્યું આપ્યું એ બદલ અભિષેક જૈન નો ખુબ ખુબ આભાર ….. તો પ્રસ્તુત છે મારા સવાલો ને અભિષેક ના જવાબો.

કેવી રીતે જઈશ ફિલ્મ ના ડીરેક્ટર અભિષેક જૈન

સવાલ -૧ : અભિષેક જૈન નો નાનો પરીચય ને ફિલ્મ ઇન્ડ. માં કામ નો અનુભવ
અભિષેક : મારો જન્મ ને ઉછેર અમદાવાદ માં થીઓ છે , એચ.એલ. કોલેજ માં થી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માં ગ્રેજુએટ અને ત્યાર બાદ વ્હિસલિંગ વૂડસ ઈન્ટરનેશનલ માં ડિપ્લો માં ઈન ફિલ્મમેકિંગ કર્યું છે .મેં સુભાષ ઘાઈ તથા સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું છે . મૂળ અમે જોધપુર ના મારવાડી જૈન છીએ

સવાલ – ૨: કેવી રીતે જઈશ જેવી એક અલગ ગુજરાતી ફિલ્મ બનાવાનો વિચાર કિયા થી ?
અભિષેક : કેવી રીતે જઈશ એ દર્શકો માટે કદાચ અલગ ફિલ્મ છે પણ અમે લોકો એ આવીજ ફિલ્મો જોઈ છે. અને આવીજ ફિલ્મ બનાવતા આવડે છે એટલે અમારા માટે અલગ ફિલ્મ નથી . વિચાર એક ફિલ્મ બનાવાનોહતો …એક પ્રમાણિક ફિલ્મ અને અમે એ બનાવી છે…. ને લોકોએ એને “અલગ ” ફિલ્મ કહી કેમ કે આવી ફિલ્મો ગુજરાતી માં જોવા નથી મળતી.એક ગુજરાતી ફિલ્મ બનાવાનો વિચાર હતો અને એક એવી ફિલ્મ જે લોકો સમજી સકે માણી સકે. અમે સ્ક્રીન પર જોતા ગર્વ અનુભવી શકીએ એટલે આ ફિલ્મ બનવા નો વિચાર આવીઓ.

સવાલ – ૩ : ગુજરાતી ફિલ્મ ના ચાલતા એક ટ્રેન્ડ થી અલગ કેવી રીતે જઈશ જેવી ફિલ્મ બનાવતી વખતે મન ઉઠેલા સવાલ ?
અભિષેક : ફિલ્મ બનાવતી વખતે કોઈ સવાલ જ મન માં નોતા આવતા..એટલી ખબર હતી એક ફિલ્મ બનાવી છે. અને શું થાશે .પરિણામ શું આવશે એ વિચાર્યું જ નોહ્તું .અમે પરિણામ કરતા એક સારી ફિલ્મ બનાવવા માગતા હતા .ત્યારે સવાલ માટે ટાઈમ ના હતો.

સવાલ – ૪ : કેવી રીતે જઈશ ના નિર્માણ દરમિયાન અનુભવેલી કોઈ મુશ્કેલી – કે કોઈ યાદગાર પ્રસંગ
અભિષેક : કેવી રીતે જઈશ નું નિર્માણ એ જ એક યાદગાર પ્રસંગ છે. ફિલ્મ ના નિર્માણ ના દરેક તબ્બકે ,દરેક સીન માં માં મુશ્કેલી નો સામનો કરીઓ છે. ત્યારે એ બધી મુશ્કેલીઓ બહુ મોટી લાગતી હતી પણ એ બધી મુશ્કેલી પાર પડિયા બાદ ભૂલી પણ ગયા . અત્યારે એ એક પણ મુશ્કેલી યાદ નથી ….આ ફિલ્મ ની સફળતા જોયા પછી

સવાલ – 5 : કેવી રીતે જઈશ ના નિર્માણ પહેલા કરેલી તૈયારીઓ ?
અભિષેક : ૨૩ દિવસ ની અંદર ૩૪ અલગ અલગ લોકેસન પર શુટિંગ કરવું હોઈ તો સતત તૈયારીઓ જોઈ. એક મક્કમ ટીમ હોવી જોઈ, પ્રી-પ્રોડક્સન ને મજબુત બનવા માટે અમે લોકો એ ૮ મહિના પહેલા સરુઆત કરી દીધેલી. કાસ્ટિંગ થી માડી લોકેસન સુધી , સ્ક્રીપ્ટ રીડ્રફટીંગ થી લઈ ને ડાઈલોગ સુધી બહુ મહેનત ને ઘણું હોમવર્ક કર્યું છે ….એનું પરિણામ છે આ ફિલ્મ

સવાલ – ૬ : કેવી રીતે જઈશ ના નિર્માણ દરમિયાન ગુજરાત સરકાર તરફ થી કોઈ મદદ ..??
અભિષેક : સરકાર સાથે વધારે ઇન્ટરરીઅક્સન નથી થીઓ. એની પોલીસી વિશે બહુજ બ્રીફ્લી જાણું છુ.સબસીડી થી ઘણા લોકો નારાઝ છે .પણ હું એ માનું છુ કે સરકાર કોઈ એક ફિલ્મ કે ફિલ્મ નિર્માતા માટે પોલીસી નથી બનાવતી,. એ આખી ઇન્ડસ્ટ્રી ને ધ્યાન માં રાખી ને પોલીસી બનાવે છે.અને આપડે એકલા અપેક્ષા રાખી કે આપણ ને લાભ   મળે આવું કદી નહિ બને .આપણે લાભ લેવો હોઈ તો આખી ઇન્ડસ્ટ્રી લાભ મળશે ત્યારે આપણે લાભ મળશે. જો આપડે સારી ફિલ્મો બનાવી તો સરકાર ની નજર માં આવશે ને ત્યારે કોઈ બદલાવ ની આપેક્ષ રાખી શકીએ

સવાલ – ૭ : અભિષેક જૈન ની બોલીવુડ માં જવા ની ઈચ્છા કે ગુજરાતી ફિલ્મ ઉપર જ કામ કરશો ?
અભિષેક : આગળ ના પ્લાન્સ માં એક એજ વાત કહી શકું છુ કે મારી બીજી ફિલ્મ પણ ગુજરાતી જ હશે. હું અહિયાં થી આગળ જવા માટે મુંબઈ થી પાછો નથી આવીયો . હું અહિયાં જ રહેવા માટે પાછો આવીયો છુ.ગુજરાત મારા માટે સ્ટેપીંગ સ્ટોન નથી કે જેના પર અખતરો કરિયા બાદ કુદકો મારી ને આગળ વધુ.પણ ગુજરાત મારા માટે એ જગ્યા છે જયાં હું ફિલ્મો બનવા માગું છુ . જે દિવસે એક ગુજરાતી ફિલ્મ ને હિન્દી માં ડબ કરી ને અથવા એના રાઈટ લઇ ને મેઇન સ્ટ્રીમ માં ફિલ્મ બનવા માં આવશે એ દિવસે હું ગર્વ લઈશ.

સવાલ – ૮ : ગુજરાતી ફિલ્મ ના હિતુ કનોડિયા,વિક્રમ રાઠોડ ,મોના થીબા,રોમા માણેક જેવા જાણીતા કલાકાર સાથે કામ કરશો ?
અભિષેક : આ બધા કલાકારો સાથે મારી કયારે મુલાકાત થઈ નથી .એમના કામ ને પણ પણ બહુ જોયું નથી.જે દિવસે મારી સ્ક્રીપ્ટ આમાં થી કોઈ ની ડીમાંડ કરશે . હું એની સાથે કામ કરીશ. અને કેમ નહિ કરું …..આ લોકો બધા બહુ જાણીતા કલાકારો છે એ લોકો ને આપડી ફિલ્મ સાથે જોડાઈ એક અલગ અનુભવ હશે.

સવાલ – ૯ : અભિષેક જૈન ની હવે પછી ની બીજી ગુજરાતી ફિલ્મ કયારે જોવા મળશે ?
અભિષેક: ફિલ્મો ને બનતા બહુ ટાઈમ લાગે છે ને આ ફિલ્મ ને હજી અમે વધુ માં વધુ લોકો સુધી પહોચતી કરી રહયા છીએ. આમાં થઈ ઉપર જઈ કોંસેપ્ટ ને સ્ટોરી વિચાર્સું ત્યારે બીજી ફિલ્મ બનાવસું , એટલે ૮- ૧૨ મહિના બીજી ફિલ્મ ને આવતા લાગશે

સવાલ – ૧૦ : કેવી રીતે જઈશ નું ઈન્ટરનેટ-ફેસબુક જેવા સોશિયલ નેટવર્ક પર કરેલું પ્રમોસન નો ફિલ્મ ની સફળતા માં સારો એવો ફાયદો મળીઓ – આ વિશે શું કેસો
અભિષેક : આજ ની તારીખ માં કોઈ યંગસ્ટર છાપું વાંચે કે ના વાંચે ,,ટી.વી જોવે કે ના જોવે પણ સ્ટેટસ જરૂર અપડેટ કરશે.માઈક્રો બ્લોગીંગ ને સોશિયલ નેટવર્ક પર પોતાના મંત્વિયો જરૂર મુકશે.અને જયારે અમારું ટાર્ગેટ ઓડીયન્સ યંગસ્ટર હતા સોશિયલ મીડિયા માર્કેટિંગ અમારા માટે અગત્ય નું બની ગયું હતું. અને બહુજ મદદ કરી

સવાલ – ૧૧ : કેવી રીતે જઈશ ની મળેલી સફળતા ને મળેલા આટલા અવોર્ડ પછી અભિષેક જૈન ના ગુજરાતી ફિલ્મ રસિયા માટે ” બે શબ્દો “
અભિષેક : ગુજરાતી ફિલ્મો ને નેશનલ લેવલ પર આવવા માટે પોતાની જાત સાથે બહુ ઓનેસ્ટ રહેવું પડશે. એક પ્રાદેશિક ફિલ્મ ની વાત એજ હોઈ છે કે પ્રાદેશિક હોઈ છે ને એ મૂળ સાથે જોડાયેલા હોઈ છે.તમે જે છો એ દેખાડો તો લોકો ને જોવા ની મજા આવશે. પ્રમાણિકતા ને સાચું નિરૂપણ એજ એક ગુજરાતી ફિલ્મ ને નેશનલ લેવલ પર એક અલગ ઓળખ આપી સકે છે. ભવ ની ભવાઈ પછી એક પણ ફિલ્મ નેશનલ અવોર્ડ સુધી પહોચી નથી.આટલું મોટું રાજ્ય આટલી પ્રગતી હોવા છતાય 25 વરસ થઈ એક પણ એવી ફિલ્મ ના બનાવી શકીએ કે જે નેશનલ અવોર્ડ સુધી પહોચી સકે એ ગુજરાત માટે શરમ જનક વાત છે કૈક કરવું જોઈ માત્ર અવોર્ડ માટે નહિ …પણ નેશનલ અવોર્ડ પ્રાદેશિક ફિલ્મ ને એક ઓળખ આપે છે.

જે પણ મિત્રો ગુજરાતી ફિલ્મ બનવા માગે છે એમને એટલી વાત કહીસ લોકો ગુજરાતી ફિલ્મ જોતા થયા છે તો જે કઈ પીરસસે એ જોઈ લેશે. જો વિશ્વાસ જીતતા ટાઇમ નથી લાગીયો પણ ગુમાવતા એ થી પણ ઓછો ટાઈમ લાગશે. લોકો પાસે બોલીવુડ ફિલ્મ ,હોલીવુડ ફિલ્મ ને બીજી ભાષા ની ફિલ્મ ની પસંદગી લોકો પાસે છે,લોકો આપડી ફિલ્મો જોશે કેમ કે તેમાં આપડી વાતો હશે ,એમની વાતો હશે ,આપડી આસ પાસ ની વાતો હશે .એટલે ફિલ્મ માં પોતાનાપણું હોવું જરૂરી છે ,
………………………………..Thank You so much Abhishek 🙂 ………………………………….

જોઈ હવે ફિલ્મ ના હીરો ને હિરોઈન નો પણ ઈન્ટરવ્યું લેવાની કોશીસ ચાલુ છે ને આ ફિલ્મ ના સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે થોડું વધુ જાણવું હોઈ તો કેવી રીતે કર્યું એ બધું તો જરા આ એક બોલ્ગ ની મુલાકાત લઇ આવજો . બાકી જુસ્સો જોઈ ……હરિયા 🙂 …અને ગુજરાતી માં કુટીકુટી ને ભરીઓ છે. 🙂 …. કોઈ ને કેતા નહિ હું આયુષી ને મળવા જાવ છુ 😉

Advertisements

7 thoughts on “કેવી રીતે જઈશ ફિલ્મ ના ડીરેક્ટર અભિષેક જૈન નો ઈન્ટરવ્યું

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s