ટેકતણખો ૨૦૧૨ – આઈ.આઈ.એમ અમદાવાદ માં

ટેકતણખો ૨૦૧૨ – આઈ.આઈ.એમ અમદાવાદ માં

ભાઈ આપડે તો અમદાવાદ જવા નું બહાનું જોઈ બસ …… તૈયાર જ હોઈ ૩-૪ મહિના થાય એટલે એકાદી કૈક સારી ઇવેન્ટ હોઈ ને અમદાવાદ ની એક દિવસીય મુલાકાત લઇ આવાની . કેમ કે મારા મોટા ભાગ ના સારા સારા ફેસબુક મિત્રો અમદાવાદ માં રહે છે એટલે એક પંથ દો કાજ આવું થઈ જાય. આ વખતે તો પાછુ આઈ.આઈ.એમ અમદાવાદ માં ઇવેન્ટ હતી એટલે જવા નું એક કારણ આઈ.આઈ.એમ પણ હતું કેમ કે વર્ષો થઈ મારું પસંદગી નું કેમ્પસ છે. પણ આ ઇવેન્ટ આઈ.આઈ.એમ ના નવા કેમ્પસ માં હતી.

સવારે ૬:૦૦ ની ટ્રાવેલ્સ માં પકડી ને  ૧૦ :૩૦ અમદાવાદ માં ધામા નાખીયા ને  થઈ મુલાકાતો નો દોર શુરુ . બે વરસ માં ૬ મળવા માટે ના નિષ્ફળ પ્રયાશો પછી આખરે એક ફેસબુક મિત્ર ” દેવાંગી ” ને અમદાવાદ ના એક મોલ માં મળીયો. ને કેફે કોફી ડે નો પહેલો અનુભવ પણ કરિયો. “જંગલ ભૂખ ” માં બપોર નું મસ્ત જમણવાર ખુશ્બુ બેન સાથે કરી ને ત્યા થી ઇવેન્ટ માં , થોડી ફોર્માલીટી પૂરી કરી ને અંદર પહોચી ગયા ..સારું થયું નહીતર આખી ઇવેન્ટ નો લાભ ઉભા ઉભા લેવો પડેત.

દર વખત ની જેમ આ વખતે પણ ઇવેન્ટ માં ઘણી વાર હવા માં ગોળીબાર થયા. અરે ભાઈ !!! અંગ્રેજી ના હવા માં ગોળીબાર. એક તો ૧૦ ચોપડી પાસ એટલે અંગ્રેજી માં ડખો થાય. અધૂરા માં પૂરું એમાં જો કોઈ ધોળિયા ની જેમ અંગ્રેજી બોલે એટલે તો પતી ગયું . ગૌતમ ગાંધી કરી ને એક ભાઈ આવિયા હતા મારા ગુગલ દેવતા ના મદિર માંથી અને જે કઈ કીધું એ મસ્ત કીધું (સમજી જાવાનું 😉 ) . ને સાથે બીજા ઘણા લોકો હતા. સરુઆત કેવી રીતે કરવી ને સુ કરવું ના સવાલ જવાબ ને એ લોકો ના મંતવ્યો આપીયા . મજા આવી … આ મસ્ત ઇવેન્ટ યોરસ્ટોરી.ઈન તરફ થી હતી એ શ્રધા મેડમ નું કામ મસ્ત હતું . ત્યા આપડા ગુજરાત નું ગૌરવ કહી શકાઈ એવા એક ઈ-કોમર્સ સાઈટ ઇન્ફીબીમ ના માલિક વિશાલ મહેતા ને રૂબરૂ મળવા નો મોકો મળીઓ

ઇવેન્ટ પછી ઘણા નવા લોકો  વિજ્ઞાત ,રોનક  મળિયા ને સાથે સાથે … જુના મિત્રો જયદીપ,દિપાલી ,જીગ્નેશ ,હેતલ, ખુશ્બૂ ને બીજા ઘણા ઘણા બધા મિત્રો ને મળવા નો મોકો મળીઓ. ઇવેન્ટ પછી એક મિત્ર “સોહા ” સાથે અમદાવાદ ની ઋતુરાજ કીટલી ની કોફી નો આનંદ લીધો . અરે ભાઈ કેફે કોફી ડે ની ૭૫ રૂપિયા ની કોફી … ઝીરો બરાબર એ કીટલી કોફી પાસે. 🙂 ઘણા મિત્રો ને ના મળી સકવા નું નાનું દુખ છે . ખાસ મારા  “સાળીશ્રી” કમ મારી લકી ચાર્મ ને … એ એની એક ઇવેન્ટ માં અમદાવાદ બહાર હતી.

હવે તો ઘણી વાર દિલ કરે છે ….. કે બેગ ભરી ને અમદાવાદ રહેવા જાતો રહું…. ને કરવું પણ છે થોડો ટાઈમ પછી …. 🙂

Advertisements

3 thoughts on “ટેકતણખો ૨૦૧૨ – આઈ.આઈ.એમ અમદાવાદ માં

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s