બોલ બચ્ચન – અત માજી સટકેલ

બોલ બચ્ચન – અત માજી સટકેલ

“અત માજી સટકેલ ” રોહિત શેટ્ટી ની આ ફિલ્મ જોઈ ને એની જ ફિલ્મ સિંઘમ નો ડાઈલોગ બોલવાની ઈચ્છા થાય…. 🙂 ‘ગોલમાલ’ ની સિરીઝ સફળતા ને છેલ્લે સિંઘમ રોહિત ભાઈ નું કામ કેવું પડે પણ બોલ બચ્ચન ધડ કે માથા વગર નો માનવી હોઈ એવું છે . 1979માં આવેલી ઋષિકેશ મુખર્જીની રમૂજી ફિલ્મ ‘ગોલમાલ’ થી પ્રેરિત ફિલ્મ છે .આખે આખી ફિલ્મ અભિષેક ને અજય દેવગણ પર , હા.. “કચર પચર” બેન આસીન ને સાથે પ્રાચી દેસાઈ છે. ને લટકા માં અર્ચના પુરણસિંહ ને કોમેડી સર્કસ વારા ભાઈ ક્રિષ્ના … અંગ્રેજો કે જમાને કે જેલર અસરાની.

ફિલ્મ ની સ્ટોરી માં કાઈ છે નહિ …જો તમને કોમેડી સર્કસ એ ટાઈપ ની કોમેડી ગમતી હોઈ તો વાંધો નહિ આવે. ફિલ્મ માં અજય દેવગણ નું મારા જેવું અંગ્રેજી એ મજા આવે એવું છે ‘મૈં તુમ્હે છઠ્ઠી કા દૂધ યાદ દિલા દૂંગા” ને અજય દેવગણ અંગ્રેજી માં ‘આઈ વીલ મેક યુ રિમેમ્બર મિલ્ક નંબર સિક્સ’….ને બગલમાં છોરા ઔર ગાવમેં ઢીંઢોરા નું ઈંગ્લીશ “બોય ઈન આર્મપિટ, હાયપર-નોઈસ પોલ્યુશન ઈન સીટી” કરે છે…. મજા આવે છે .આ સિવાઈ આખી ફિલ્મ માં કાંઈ ખાસ કોમેડી નથી . ફિલ્મ માં કિયાઈ પણ દર્શક જકડી ને બેસાડી સકે કે હસાવી ને બઠા વારી દિયે એવું કાંઈ નથી 😦

ફિલ્મ ની સંગીત આપડા હિમેશ ભાઈ ને “અજય અતુલ ” (નો આઈડિયા ) નું છે.એક ગીત ચલાઓ ના નૈનો સે બાણ રે ઠીક ઠાક. …. ને રોહિત શેટ્ટી નું ડીરેક્સન હોઈ લોકો ને ગાડીઓ ફિલ્મ માં ઉડે નહિ એવું બને ……?? લોકો ની ખાસિયત હોઈ એ દેખાઈ જ જાય.સિંઘમ ને ગોલમાલ ની જેમ ગાડીઓ ઉડે છે .એટલે સ્પારાએટ પી ને કહું ” સીધી બાત નો બકવાસ ” તો જો મારી જેમ નવરા આટા મારતા હોઈ ને કાંઈ કામ ના હોઈ તો જોઈ અવાઈ ને …..હા …. સસ્તા માં સસ્તી ટીકીટ લેવા ની !! બાકી 180 કી.મી. નો ધક્કો મને માથે પડીઓ એવું કહી સકું .(બોસ !! રાજકોટ ગયો હતો ફિલ્મ જોવા ..એ પણ ભરભટીયુ લઈ ને 😉 )

રાહ જોવાનું ધોતિયું બાંધી સકતા હોઈ તો એકાદો મહિનો ખમી જાવ મફત માં ટી.વી ઉપર ટુક સમય માં જોવા મળી જાશે . 🙂 બાકી મલ્ટીપ્લેક્ષ માં ૨૦૦ રૂપિયા ટીકીટ ના ને ૩૦ રૂપિયા ની કોલ્ડડ્રીંક ના ૯૦ +૫૦ ના પોપકોર્ન ના આપી ને જોવા જવું હોઈ તો આપડી ચોખ્ખી ના ….. 🙂 પછી તમને મજા આવે એમ ભાઈ ની ભલાઈ એ કહી દીધું … આ ફિલ્મ ને ગુજરાતી અંદાજ માં કહું તો 5 ખાખરા માંથી 2 ખાખરા આપી શકાઈ

હાર્ડવર્ક ઈઝ ધ કિહોલ ટુ સેક્સોફોન —- .મહેનત જ સફળતાની ચાવી છે !!…………….. રોહિત શેટ્ટી ને અર્પણ

Advertisements

One thought on “બોલ બચ્ચન – અત માજી સટકેલ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s