સત્ય મેવ જયતે માં ગુજરાત ની જાણીજોઈ ને બાદબાકી કે બીજું કાઈ ?

સત્ય મેવ જયતે માં ગુજરાત ની જાણીજોઈ ને બાદબાકી કે બીજું કાઈ ?

આમ તો આવી ચર્ચા નો કોઈ અંત ના હોઈ પણ એક ગુજરાતી છું ને ઘણી વાર આ પ્રોગ્રામ વિશે સાંભળ્યું છે . હિન્દી ફિલ્મ ના મી.પરફેક્નીસ તરીકે જાણતા આમીરખાન આ ટી.વી શો નું સંચાલન કરે છે. ને આ શો માં ઘણા મુદાઓ ચર્ચાના એરણે ચડીયા સ્ત્રીભ્રુણ હત્યા , બાળ મજુરી , દારુ કે દીકરીઓ ને અપાતા દહેજ. આજે એક ફેસબુક મિત્ર જયદીપ પરીખ ની વોલ પર થયેલી ચર્ચા ને હિસાબે પોસ્ટ લખાવનું મન થયું. આ શો જયારે પણ જોયો એક વાત હમેશ ખટકી કે ગુજરાત ને કયારે પણ યાદ કરવા માં ના આવ્યું..તમે જોતા હસો કે ગુજરાત ની સ્ત્રીભ્રુણ હત્યા , બાળ મજુરી , દારુ કે અપાતા દહેજ પર ….આપડી સરકાર કામ કરે છે. [ તા.ક . આપડે ભાજપ =કોંગ્રેસ 😉 ] . ને આ બધા મુદા આ સત્ય મેવ જયતે માં ચર્ચાણા પણ એક વાર પણ નામ નાં આવ્યું ??? હું એમ નથી કેતો કે દર વખતે ગુજરાત ને શો માં વચે લાવે …પણ સાલું એક વાર તો કેવાય ને આ બાબત માં ગુજરાતે સારું કામ કર્યું છે .અને શો માં ચર્ચાયેલ બધા મુદા માં બીજા રાજ્યો ની સરખામણી માં ઘણું સારું કામ છે

એક પણ વાર ગુજરાત નો ઉલ્લેખ થયો ………….ના ……..!!! એક પણ વાર આમીર ખાને કે એની ટીમે ગુજરાત નું નામ નથી લીધું . સ્ત્રીભ્રુણ હત્યા કે જે આપડે બેટી બચાવો નામે અભિયાન ચાલે છે. આખા ભારત માં સૌથી વધારે જોસ થી ચાલતું હોઈ તો એ ગુજરાત માં છે. કયારે કઈ કહયું…. ના …જરાય નહિ.

આજે દારૂ ની વાત થઈ એ શો માં ગુજરાત માં દારૂબંધી છે એની જરા પણ નોધ લીધી…… ના … તો તમે કેસો કે ગુજરાત માં જોઈ એટલો દારૂ મળી જાય છે …બાપુ ગમે ત્યા મળી જાય વાત ૧૦૦ આને સાચી . જો વિસ્ફોટક કોઈ દુકાન માં નથી મળતું તો પણ બોમ્બ ધડાકા કરવા વારા ને મળી જાય છે …. અમેરિકા ના સુરક્ષા નો ગઢ ગણાતા પેન્ટાગોન માં એનું પ્લેન લઇ ને લાદેન ના માણસો ત્યા ઘુસી જાય તો આજુ બાજુ ના રાજયો માં ધોમ દારૂ હોઈ તો …ગુજરાત માં દારૂ મળે તો એ કાંઈ મોટી વાત નથી. પંણ દિલ ને મજા આવે એ રીતે હાથ માં બાટલી લઇ ને નથી ફરી સકતા….બીજા રાજ્યો ની   ૨ પંચાયત દારૂ ની દુકાન બંધ કરે એ દેખાઈ ને ગુજરાત માં દારૂબંધી છે એની જરા પણ નોધ લીધી…… ના … 😦 .

કદાચ એક કારણ હોઈ સકે છે 😉 ….મને એમ છે આમીર ખાન ને ૨૦૦૬ ની સાલ માં લાગેલા ગોંડલિયા મરચા નો કલર હજી દેખાઈ છે … : ) ૨૦૦૬ માં મફત ની પબ્લીસીટી માટે મેઘાપાટેકર સાથે નર્મદા બચાઓ આંદોલન માં કુદી પડીઓ ને  એ મંડળી માં બેઠો   ને એની ફિલ્મ ” ફના” ગુજરાત માં રિલીજ ના થઈ. ને આ વાત હજી આ આમીર ને ખટકે છે ને એટલે ગુજરાત ની કોઈ સારી વાત હાઈલાઈટ થાય એમાં જરા રસ નથી . ને બધા ને ખબર છે કે આમીર આ સત્ય મેવ જયતે નો ખાલી હોસ્ટ નથી એટલે આ શો ના સર્વસરવાં એ પોતે છે…

સારું છે આ આમીર ને જો કિયાક પણ ગોધરા વારો મુદો ઉચ્કાવા નો મોકો મળે તો …એ જરૂર ઉઠાવેત … રહી વાત આમીર ખાન ની વાત જેને આખા ગામ ને ખબર છે એટલે કંઈ બોલવા જેવું નથી . એ એની પોતાની જિંદગી છે. સત્ય મેવ જયતે રાષ્ટ્રીય ચિન્હ સમાન વાંકીય નું ચોખુ માર્કેટિંગ , એક એસ.એમ.એસ માટે ૪ રૂપિયા ની સરકારી સબસીડી [આવું મેં સાંભળીયુ છે !! ] ….એટલે એક પણ ખૂણે થઈ સામાજિક જવાબદારી જેવું નથી ….થોડું ઈમોસનલ ..થોડા આંસુ ને ચોખુ …વેપારીકરણ છે ……

મેરા ભારત મહાન ………………….. ” સત્ય મેવ જયતે “

Advertisements

2 thoughts on “સત્ય મેવ જયતે માં ગુજરાત ની જાણીજોઈ ને બાદબાકી કે બીજું કાઈ ?

  1. Bharat Trivedi કહે છે:

    on tv you can make any one anything you want but the fact is in there personal life they are all ordinary and full of likes and dislikes. Making a petriotic movie doesn’t make a person a desh-bhakt ! It is a businees and they are always in the lookout for popular themes to cash on. With some exceptions, all public figures are opportunists and have their own selfish agenda.

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s