કેવી રીતે જઈશ – Ek Dam Paisa Vasul Film

કેવી રીતે જઈશ – એક દમ મસ્ત પૈસા વસુલ ફિલ્મ

સૌથી પહેલા …..ફિલ્મ ની હેરોઈન “આયુષી ” વેરોનિકા ગૌતમ નું આપડા દિલ પર લેન્ડીંગ …:)

આજે ૧૮૦ કિલોમીટર ની મુસાફરી બાઈક પર , અને એ પણ એક ગુજરાતી ફિલ્મ જોવા માટે રાજકોટ ગયો . પણ ફિલ્મ ના રીલીઝ ના એક વિક પછી જોઈ ખરી 🙂 ફિલ્મ જોઈ ને એમ થયું ભાઈ ૧૮૦ કિલોમીટર નો ધક્કો ૧૦૦ આને વસુલ . આમ તો ફિલ્મ જોવા માટે તો છેક અમદાવાદ જવાનો પ્રોગ્રામ હતો . પણ એક વિક પછી આખરે રાજકોટ ના સિનેમા માં ફિલ્મ આવશે આવું જાણવા મળિયું એટલે અમદાવાદ નો પ્લાન પડતો મુકાયો . એકલા ફિલ્મ જોવા ના પડે એટલે એક નાની કોન્ટેસ્ટ કરી હતી મારા બ્લોગ માં તેમાં વિજેતા ને ૨ ટીકીટ ઇનામ માં આપવાની હતી એટલે ટીકીટ અગાઉ થી બુક કરી હતી.

કેવી રીતે જઈશ એક હટકે ફિલ્મ બનાવી છે ….ગુજરાતી ફિલ્મ નું નામ સાંભળી ને મોઢું મચકોડતા લોકો આજે મલ્ટીપ્લેક્ષ માં હોસે હોસે જોવા માટે આવે છે . આજે રાજકોટ ના સિનેમેક્ષ માં હાઉસફુલ શો હતો બોસ .. . કેપ્રી ને જીન્સ પેહેરીને આવતા પ્રેક્ષકો ફિલ્મ ના પંચ માં સુર પુરાવતા જોયા. ૭૬૮૦ સેકંડ ની ફિલ્મ માં એક પણ સેકંડ ફિલ્મ થી દુર જઈ નથી સકતા . ફિલ્મ ના યુવા ડિરેક્ટર અભિષેક જૈન ની સુજ્બુજ ને દાદ દેવી પડી હો .અભિષેક જૈન નો બોલીવુડ ના મોટા દિગ્ગજો સાથે ના કામ નો અનુભવ ઊંડી આખે વળગે છે . ના કોઈ ની કોપી કે ના કોઈ ની રિમિક . મસ્ત સ્ક્રીનપ્લે, સોલીડ ડાયલોગ્ઝ, રમૂજો ના પંચ ,વરસો ના અનુભવી અનંગ દેસાઈ, કેનેથ દેસાઈ, ટોમ ઓલ્ટર, રાકેશ બેદી, જય ઉપાધ્યાય, ના અસરકારક અભિનય, મને સૌથીહટકે લાગ્યું ફિલ્મ ની સુંદર સિનેમેટોગ્રાફી હિન્દી ફિલ્મો ને બરોબર ટક્કર આપે એવી .કેવી રીતે જઈશ ફિલ્મ નો બીજો દાદ દેવી પડે એવું પાસું છે ફિલ્મ નું સંગીત અને બેકગ્રાઉન્ડ સંગીત .

ગુજરાતી ફિલ્મ એટલે સીધું મન માં એક ચિત્ર આવે ઘાઘરા ને પોલકા ને મેળા , પણ આ ફિલ્મ માં એવું કઈ નથી અંગ્રેજી માં સંવાદો પણ છે . ગુજરાતી ફિલ્મ ને મલતી સબસીડી મેળવા માટે બનતી ગુજરાતી ફિલ્મ થી કૈક અલગ ચીલો ચીતરતી ફિલ્મ ની વાત વરસો થી અમેરિકા માં રેતા અમારા પટેલ ની વાત પર ફિલ્મ છે ને અમેરિકા જવાની ઘેલછા લોકો માં કેવી છે એ હકીકત નું પૂરે પૂરું એક ફિલ્મ માં રૂપાંતરણ. આ ફિલ્મ જોવા ની સૌથી મજા ની વાત એ છે કે રોજ બરોજ બોલતા આપડા સબ્દો ફિલ્મ ના ડાઇલોગ માં. અને આપડા જોયેલા ને જાણીતા અમદાવાદ ના ઘણા લોક્સન પર શૂટ થયેલી ફિલ્મ ની મજા માં વધારો કરે છે ,ને ફિલ્મ સાથે સંકડાયેલા ફેસબુક મિત્રો ના નામ જયારે ફિલ્મ ની સરુઆત માં . આવે …આહા  Tej Sol Pro  …. 🙂 એક મસ્ત ફેમીલી સાથે બેસી ને જોઈ સકાઈ એવી મનોરંજક છે . એક સાથે ડીવીડી પર એડલ્ટ ફિલ્મ જોઈ રહેલા ભાઈ નો સીન છે જે સમજી તો ઠીક છે બાકી દિલ ખુશ ને .. ગુજરાતી ખાખરા જેવી કડક ને મસ્ત ફિલ્મ

આશા રાખી કે હવે કોઈ બીજા પણ આવી મસ્ત ફિલ્મ બનાવે ને ગુજરાતી ફિલ્મ માં કિસિંગ સીન પણ જોવા મળે………. અરે ભાઈ આશા અમર છે 🙂 અરે બોસ જોજો આ ફિલ્મ ને મળેલી સફળતા જોઈ ને લોકો આવી ફિલ્મ બનાવશે ને કિસિંગ સીન જોવા મળે તો નવાઈ નહિ … હો

Advertisements

4 thoughts on “કેવી રીતે જઈશ – Ek Dam Paisa Vasul Film

  1. mehul bhalala કહે છે:

    ૧૮૦ કિલોમીટર બાઈક પર ?? જબરા હો તમે તો !! તમારા શહેર માં મલ્ટીપ્લેક્ષ નથી , કે ત્યાં છેક ગયા ? કે પછી રાજકોટ ની કોઈ કન્યા ત્યાં આવવાની હતી ??

  2. નિરવ ની નજરે . . ! કહે છે:

    sorry for late comment , પણ મારો સવાલ એ છે કે એકલા કેવી રીતે જઈશ ? આ પિક્ચર ના ખુબ વખાણ સાંભળ્યા છે પણ હવે તે કદાચ રાજકોટ માં થી ઉતારી ગયું લાગે છે , તો હવે DVD નો ઈન્તેજાર . . .

    niravsays.wordpress.com

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s