પહેલી વાર મારો ગુજરાતી બ્લોગ મારી ઓળખાણ બનીયો

પહેલી વાર મારો ગુજરાતી બ્લોગ મારી ઓળખાણ બનીયો

રોજ ની જેમ આજે પણ સાજે હળવદ થી મોરબી (ઘૂટું) મારી ઘરે આવા માટે નીકળીઓ . હળવદ એક કોટન જીનીગ ફેક્ટરી ની ઓફીસ માં નોકરી કરું એટલે રોજ નું અપ-ડાઉન હોઈ.એક આદત મુજબ બસ માં ચડતા ની સાથે કાન માં હેન્ડ-ફ્રિ ચડાવી ને મસ્ત ગીતો સંભાળવા માં વિયસ્ત. કાન માં એ બમ્બુડા ચડાવી દિયો એટલે ખલાસ બસ ભટકાઈ ને ઉંધી પડે ત્યારે ખબર પડે કે કઈક થયું 😉

બસ માં બેસવાની જગ્યા ના હતી તો હું ઉભો ઉભો મારી મસ્તી માં ગીતો સંભાળતો હતો . ત્યા થોડીવાર પછી એક ભાઈ મારો શર્ટ ખેચી ને કહયું પાછળ તમને કોઈ બોલાવે . જોયું તો એક છોકરી મને બોલાવતી હતી . મને એમ થયું મેં સુ કર્યું :p છોકરી મને કહે મારી ભૂલ ના થાતી હોઈ તો તમારું નામ અશ્વિન પટેલ છે . મેં કહયું હા . ..થોડી વાર માં લાખ સવાલ ફરી ગયા કે આ છોકરી મને કેવી રીતે ઓળખે . હજી હું કઈ બોલું એ પહેલા અને મને કહયું ….. તમારો બ્લોગ હું ઘણી વાર વાંચું છું .સારું લાખો છો એક દમ કાઠીયાવાડી સ્ટાઈલ માં..પછી એ છોકરી એ એનો પરીચય આપીઓ . ..

હવે તમારા મન માં ઘણા સવાલો થાશે છોકરી કેવી હતી ..?? હા ફેસબુક માં સ્ટેટસ માં આ મુકયું ત્યા બધા નો એક જ સવાલ હતો ….કે છોકરી કેવી હતી ??? સારી હતી… બીજું કઈ લખું ને એ આહી આવી ને વાંચસે બીજી વાર ભેગી થાય ને ડાઈરેક …ધડબડાટી બોલે આવું આપડે નથી કરવું 😉

અને થોડી વાર માટે આપડે કોઈ સેલેબ્રીટી હોઈ આવું લાગ્યું હો 🙂 ..કે લોકો મારો બ્લોગ વાંચે છે ને મને ઓળખે છે. એક પોતાની ઓળખાણ પણ થઈ હો !!. .આમ તો કઈ ખાસ ના હોઈ મન માં આવે આવું લખી નાખું છું . મોટા ભાગે વ્યાકરણ ને જોડણી ની ઘણીભૂલો હોઈ છે પણ લોકો સમજી જાય છે. તમે લોકો બધા આવી ને મારું બકબક વાચો છો ને મને સહન કરો છો એ માટે દિલ થઈ આભાર …………….

Advertisements

4 thoughts on “પહેલી વાર મારો ગુજરાતી બ્લોગ મારી ઓળખાણ બનીયો

  1. Bhavesh Dasadiya કહે છે:

    અશ્વિન એટલે જ તને કેહતો હતો કે યુનિક કન્ટેન્ટ લાખો. જોયો ને ફાયદો. મારા બ્લોગ ની આટલી વિઝીટ થાય છે પણ મને કોઈ ઓળખતું નથી ભાઈ. બેસ્ટ ઓફ ભાગ્ય (લક)

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s