વેલેન્ટાઈન ડે ની વધામણી !!!

વેલેન્ટાઈન ડે ની વધામણી !!!
હોવ ….આ વેલેન્ટાઈન આવે ને એટલે લાગે કે આપડે સિંગલ છીએ પણ આ જોઈ ને સુખી છીએ આવા લવ કરતા બે વીઘા ના ઘવ કરીએ !!!! . ૧૪ -ફ્રેબ્રુઆરી એટલે જુવાનીયા (હવે ડોસી-ડોહા) નો તહેવાર .યુવાન હૈયા એ ઈ ને તારે હિલોરે ચડશે .. આજ થી ચાલુ થઈએ ગયું આખું અઠવાડિયું નવા નવા ડે ઉજવાશે કાંઈક બઠા વરી જાશે . સબકાવી નાખે એવી ઠંડી માં ભાયડા ગુલાબ ના ગોટા ગોતવા નીકળશે.૪ રૂપિયા ના ગુલાબ ના ૪૦ દેશે ને તોઈ નહિ જડે 😦

પ્રેમ ની ભરચક બસ માં લટકવા ની હોડ જામશે . કેટલી ફિલ્ડીંગ ભરી હશે પછી નક્કી કરે વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રપોઝ કરવું છે . પણ મારા ભાઈ(બેન ) ૧૪ -ફ્રેબ્રુઆરી પ્રપોઝ કરો તોજ સફળ થાઈ? . સાચા પ્રેમ ની મોસમ તો ૧૨ મહિના હોઈ .આજ કાલ ના મારા ને તમારા પ્રેમ માં વેલીડીટી વારા રિચાર્જ થાઈ છે . સાથે જીવશું ને સાથે મરશું ની લાઈફ ટાઈમ વેલેડીટી હવે નથી રહી .ને ઉપર થી પોર્ટેબીલીટી…. મજા ના આવે એટલે બદલાવો . પેલી ને પેલા થી સારું મળી જાએ એટલે બીજે ને પેલા ને કાંઈક નવું રમકડું મળે એટલે લંગરીયા ત્યા !!! 🙂

કોલેજ ની કેન્ટીન માં વેલેન્ટાઈન ડે પછી ઓછા લોકો જોવા મળે . પોકેટ મની હોઈ એટલા તો આ વેલેન્ટાઈન ડે ની મજો મજો માં વાપરી નાખે ગુલાબ ,ચોકલેટ ને સારી હોટેલ માં ડીનર…….પછી બેઠા બેઠા મંજીરા વગાડે…. 😀 પ્રેમ એ રીચાર્જેબલ બેટરી છે ઓછુ થાઈ એટલે રીચાર્જે કરો પણ .. પણ ઓલી ના મોબાઈલ માં ટોક ટાઈમ નું રીચાર્જે કરવો તો ..એ લાબું નહિ ચાલે ….એના સંકેત .

વેલ, લસ્ટ કરતા લવ અઘરો ને લવ કરતા લિવિંગ ટુગેધર અઘરું આવું જય વસાવડા ઘણી વાર કે છે. લિવિંગ ટુગેધર અઘરું એ ૧૦૦ આને સાચી વાત છે .આજકાલ ના પ્રેમ ચતે પાટ પડે છે એનું કારણ આ એક મોટું કારણ છે. વેલેન્ટાઈન ડે ઉજવવો એ પશ્ચિમ સંસ્કૃતિ છે એવું ફલાના યુવા પક્ષ ના નેતા એ કહી ને વાખોડીયો આવું છાપા માં આવશે ને પોતે સાંજે અણી ગર્લ ફ્રેન્ડ ની સાથે જલસી કરવા જાશે . જે હોઈ એ છેલ્લો વેલેન્ટાઈન ડે કોઈ બીજા સાથે હતો ને આવતો કોઈ બીજા સાથે …..જલસા કરો ને જયંતિલાલ !!!! (કોઈ જયંતિલાલ હોઈ તો એના માટે નથી …..)

 

આવી છે મોસમ પ્રેમ ની બકા !!

તો લાવ દિલ ના દરવાજા ની મરામત કરી લવ
કુદરત કરે થોડી રહેમત તો હું પણ પ્રેમ કરી લવ

Advertisements

4 thoughts on “વેલેન્ટાઈન ડે ની વધામણી !!!

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s