એક લડકા ઔર લડકી કભી દોસ્ત નહિ બન સકતે ??

શું એક છોકરો ને છોકરી મિત્ર ના હોઈ ??

હિન્દી ફિલ્મો માં ઘણી વાર કાને અથડાઈ ” એક લડકા ઔર લડકી કભી દોસ્ત નહિ બન સકતે “. આ ફિલ્મો માં જ હોઈ છે કે સાચું છે ? કોઈ છોકરો ને છોકરી ૪-૫ દિવસ બસ માં બાજુ માં બેસે ને હસી ને વાતો કરે તો ત્યા જે જોવે એ તરત કિયે ભાઈ નક્કી કૈક કાળું છે ?? પણ મારા ભાઈ (બહેન) બાજુ માં બેસી ને વાતો કરે એટલે કૈક હોઈ જ !!

અને એમાં પણ જો કોઈ જગ્યા એ બસ સિવાઈ સાથે જોયા તો તો પતી ગયું. પેલી પેલા સાથે ચાલુ છે એવી ગરમા ગરમ ભજીયા જેવી વાતું થાઈ. પણ શું આ એક છોકરા ને છોકરી વચ્ચે કૈક જ હોઈ ? એક નિર્દોસ મિત્રતા ના હોઈ ?પણ યાર કેવાય છે ને ગામ ને મોઢે ગરના ના બાંધી શકીએ .એક છોકરો ને છોકરી સાથે રહે એક બીજા સાથે વાતું કરે એટલે તો તરત ગામ ને કોણ જાને શું થાઈ છે . પણ એ બન્ને વચે શું છે એ જણાવું નથી. એક દ્રષ્ટિ થી જોવાનું કે કૈક તો છે . સાથે આવતા જતા હોઈ એક બીજા ના વિચારો મળતા હોઈ અને બાજુ માં બેસે એટલે એમ જ સમજવાનું ? મારું બેટું આવું કઈક થઈએ એટલે તો કેરેક્ટર ઢીલા !!

જોકે એક છોકરો ને છોકરી વચ્ચે નિર્દોસ મિત્રતા છે એ સાચેસાચ ૧૬ લાડુ ખાવા,પચાવવા થી પણ મોટી વાત છે . જીન્સ પહેરી ને કોલેજે જાય પણ હજી મગજ માં તો એ જુનવાણી ભૂસા ભરીયા છે . ઓગસ્ટ માસનો પહેલો રવિવાર… ને ફ્રેન્ડશિપ ડેનો અલ્ટ્રામોડર્ન તહેવાર ઉજવે પણ છોકરો ને છોકરી વચ્ચે ની ફ્રેન્ડશિપ નો રેચ સહન નથી થાતો. છોકરો ને છોકરી વચ્ચે નિર્દોસ મિત્રતા ને હંમેશ પ્રેમ ની ભરચક બસ ના લટકતા મુસાફર જ સમજાઇ છે . આમાં લોકો નો પણ વાંક નથી કેમ કે ફ્રેન્ડશિપ નામે મોટા ભાગે પ્રેમ ના ફાગ ખેલતા હોઈ છે માટે આ એક પતલી રેખા માં બહુ મોટો ડખો થી જઈ છે .

ચોરી ને ચીકણું કરો કે ના કરો લોકો હંમેશા અવું જ સમજે છે ને સમજવાના કેમ સાચું ને ??? “” We are good Friend and allways “

શિયાળાના હુંફાળો વૈભવ સાથે વિચાર વૈભવ ભળે ત્યારે બેડરુમના અંધારામા પણ બત્રીસ કોઠે દિવા થતા હોય છે, પ્રકાશની ગતી કેટલી તેની શોધ માણસે કરી છે.
અંધારાની ગતિ કેટલી ? અંધારાની ગતિનો ખરો ખ્યાલ શિયાળાની કડકડ્તી રાતે ધ્યાનમા બેઠેલા સાધકને આવે છે……………… ગુણવંત શાહ

Advertisements

2 thoughts on “એક લડકા ઔર લડકી કભી દોસ્ત નહિ બન સકતે ??

  1. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! કહે છે:

    અશ્વિન દોસ્ત, બીજો બી એક ‘ડાહ્ય’લોગ જાણીતો છે: “જો ડરતે હૈ વોહ પ્યાર કરતે નહીં!”. આ બાબતે પ્રેમ કરતી બેઉ સંસ્થાઓ ‘દુનિયા બોન પૈણવા જાય’ વાળી કરે તો થોડાં જ દહ્ડામાં કહેનારાઓની ભેંસ પાણીમાં બેસી જાય. પછી છોને ઈ લોકો કરતા જલસા….

  2. Ravi Vaghela કહે છે:

    વાહ દોસ્ત ખુબ જ સરસ લખ્યું છે.. વાંચી ને ઘણો આનદ થયો ને આ તારી પોસ્ટ ને તારા નામ સાથે શેર કરી ને અન્યોને પણ કહીસ કે સાચે માં એક છોકરો ને છોકરી મિત્ર પણ હોઈ શકે છે પણ આ આ વાત આપડા રૂઢીચુસ્ત લોકો કે જે આજ ના જમાના માં 3G મોબાઈલ વાપરતા થયા છે પણ પોતાની માનસિકતા બદલવા તૈયાર નથી… સો આવું ને આવું કૈક ઇનોવેટીવ લખતો રહે….

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s