કટ્કુ ખેતર નું ને લગન !!!

કટ્કુ ખેતર નું ને લગન
પેલા જે લાંબા પટા પાથરીને એમાં પલાઠીવાડી બેસતા, ને પીરસવા વારા તઈણ વાર પિરસવા આવી ગયા હોઈ અને પછી છેલે જેની ઘરે લગન હોઈ અ ઘરધણી આવે આગ્રહ કરવા , જેવો ખાવા વારો મેહેમાન , એવુ જોર કરીને ખવરાવવા હવે તો રખડી રખડી બુફે માં ઉભા ભઈડે રાખવાનુ.

અમારા એક પટેલ મિત્ર એકાદ કટ્કુ ખેતર નું વેંચ્યુ છે . અમારા ગામ માં અત્યારે કટ્કુ વેચાણું બહુ હાલે છે .હવે નથી આ મંદી ગરી ગયી ને!!! નહિ તો પહેલા રોજ સાંભળો ફલાણા એ આ વેચિયું ૫-૬ કરોડ આવિયા .આમ જોવો તો અમારું ગામ કરોડપતિ છે હો પણ કટ્કુ વેચી ને …. કોઈ ને કેતા નહિ બાકી મારા ગામ માં છેલ્લા ૨-૩ વરસ માં ૩૦૦-૪૦૦ કરોડ આવિયા હશે .તો આવું બાપ દાદાની જમીન વેચી ને મજો મજો કરે હો . એક ગાડી ને સિરમિક ના કારખાના માં ૧૫-૨૦ % ભાગ કરે .આવા એક લગન માં ગયો હતો .હવે કારખાના માં ભાગ હોઈ એટલે લગન પાર્ટી પ્લોટ મા જ હોઇ. ૪૦,૦૦૦- ૫૦,૦૦૦ તો ખાલી પાર્ટી પ્લોટ નુ ભાડુ ,મંડપ વાળો પાછા ૬૦-૭૦૦૦૦ નો દંડો પકડાવે . ને જમવા માં મેનુ જેવી જમીન વેચી હોઈ એ મુજબ હોઈ કેટલા કરોડ આવિયા એ પરથી મેનુ નકી થાઈ. ૬૦૦- ૭૦૦ ની ડિશ સુધી ના ખર્ચા હોઈ .

અને પછી એ લગન પણ જામો પડે એવા હોએ ! લબુ જબુ થઈ આવી લાઈટ ગોઠવી હોઈ . મારા જેવા હટી હટી ને ખાવા આવે એની જાણે રાહ જોવાતી હોઈ . કાકા – પાપા ને નાનો મોટો જે ભાઈ હોઈ એ આખુ ઘર લઈને ઉભા હોઇ ને ને પાછળ સહ પરિવાર નો જેવળો સમાઈ અવોડો ફોટો હોઈ . બાજુ માં બિચારા ગણપતિ ને રાખે . ગણપતિ ને તો અવું રોજ જોવાનું થાઈ એટલે એ હવે બહુ માથાકૂટ માં નથી પડતા !!! .

ડેકોરેશન જોવો એટલે જાણે દેવદાસ ફિલમ નો સેટ ના હોઈ !! પેલી કેટરર્સ વાળી મસ્ત ફટાકડી જેવી ભાડા ના કપડા પેરાવી ને અપટુડેટ કરેલી છોકરીયુ જાને ધીરુભાઈ ના ગાગા ના લગન હોઈ એમ આમ થી આમ આટા ઠોકતી હોઈ (ધીરુભાઈ = રીલાએન્સ વારા) એની મા ને ૧૦-૧૨ જગ્યા એ નોખા નોખા વિભાગ હોઈ, બે તઈણ જાતના સુપ હોઇ .અમારા ગામડા ના ભાભા સૂપ ને ભાત જાપટતા હોઈ પછી એમ કિયે મગનીયા ગમે એ કે બાકી કંદોઈ કારીગર છે હો આવા દાળ-ભાત ક્યારે ખાધા નથી .

પછી ૨-૩ પંજાબી શાક હોઈ. ભેગી બાજુ પાછા ચાઈનિસ ભેળ, નૂડલ અને મન્ચુરિઅન વારા નાના છોકરા ને હવા માં ઉડાડી એવી રીતે ઉડાડતા હોઈ ગરમા ગરમ ભજિયા ને સમોસા. બાજુ માં સલાડ નું કાઉન્નટર હોઈ ત્યા જોવો તો ૪૦ ની કમર હોઈ ને ઢીચણ સુધી નું પાટલુન ને ઉપર બાયું વગ નો બુસકોટ પેરીયો હોઈ તઈણ તઈણ છોડયું માં હોઈ તો પણ એમ કેતી હોઈ “રમીલા બેન આજ કાલ હું કઈ બહુ ખાતી નહિ હું ડાઈટીંગ કરું છુ ફિગર સાચવવું પડે ને “” હવે એને આ ઉમરે ડાઈટીંગ કરી ને ક્યાં જવું હશે ??. .

એ થી આગળ જાવ એટલે ગરમા ગરમ રોટ્લી, નાન, પુરી, પરોઠા ,રોટલા હોઈ . રોટલા ઘરે રોજ દાબતા હોઈ નાન જીકે. નજારો તો ત્યા જોવા જેવો હોઈ ટેબલ પર ભાભા બેઠા હોઈ મસ્ત ફટાકડી ભાભા ને એમ કિયે દાદા તમારે એકાદ જાંબુ લેવું જ પડશે !!હવે આ ભાભા ગામ ના જાપે બેસી ને પાછળ ઠાઠું જોઈ ને કેતા હોઈ હોઈ કે “” એલા આ મગનિયા આ મેહુલીય ના વહુ કે નહિ “” !!! જમીન વેચી હોઈ ત્યારે આ ભાભા દેકારો કરતા હોઈ પણ મસ્ત ફટાકડી જોઈ ને મન કેતા હોઈ ભલે વેચી હોઈ !! પછી પેટ ફાટી જાઈ ત્યા સુધી ઉપાડી ઉપાડી ને દાબે !!

ને એક ખૂણા માં એવર ગ્રીન છાસ નું નું ઠેકાણું હોઈ. ને મિનરલ વોટર ના બાટલા ની તો લાઈન કરી હોઈ. હવે આવી હાજા ગગડાવે આવી ઠંડી હોઈ તોએ આઈસ્ક્રિમ હાલતો હોઇ. અને છેલ્લે ૧૦ ૧૫ જાતના મુખવાસ ના મોટા વાટકા ભરેલુ કાઊન્ટર હોઇ.

સાંભળી ને બઠા નો વરી જાતા, એક કચ્છી કહેવત કવ છુ.

મજા આવે કડે .. ઢોલ વાગે તડે
*** ફટે કડે … હિસાબ કરે તડે (આ **** કર્યું એ સમજી જાજો ..)

Advertisements

One thought on “કટ્કુ ખેતર નું ને લગન !!!

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s