SOPA ને PIPA ની પળોજણ

SOPA ને PIPA ની પળોજણ

શું છાપા કે સમાચાર ની ચેનલો માં આવતા સમાચાર શું સમાચાર હોઈ છે ?? ના … ઘણી વાર પૈસા આપી ને સમાચાર છાપવા માં આવે છે . પહેલા કેહેવાતું કે પત્રકાર લોકો માટે બોલે – લખે છે . પણ હવે એવું નથી રહયું . લોકો પાસે બોલવાનો પોતાના વિચારો ને વ્યક્ત કરી શકે એવી કોઈ જગ્યા હોઈ તો એ છે ઇન્ટરનેટ . બ્લોગ પર કે ફેસબુક કે કોઈ પણ બીજી જગ્યા ઉપર તમે કોઈ મોટા સેલેબ્રીટી હોવ કે ના હોવ તો પણ તમે તમારા વિચારો રજુ કરી શકો છો . ને લોકો સંભાળે પણ છે .

પણ આ સંડાસ જઈ ને હાથ પાણી લીધા વગર બેસી ગયેલા આ રાજકારણીઓ ને નથી ગમતું .કે લોકો પોતાની જાત ને કોઈ મુકત જગ્યા પર પોતાના વિચારો રજુ કરે . રાજકારણી ગમે તીયાનો હોઈ આખરે એક વેપારી નો જ હોઈ છે અમેરિકા હોઈ ભારત હોઈ કે આપડા ગુજરાત નો હોઈ . માટે આવા SOPA ને PIPA જેવા કાયદા ના નામે પાયરેસી રોકવા અંગેનો પ્રસ્તાવ છે આવું કે છે . આઈપી એક્ટ સ્વરૂપે આ પ્રકારની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને બીજી જગ્યા પર કાર્યવાહી કરવાના મોકા મળી જાય.

થોડા સમય પહેલા થયેલા આદોલન ને વેગ આપવા માં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને ઇન્ટરનેટ બીજી ઘણી જગ્યા નો મોટો હાથ હતો .તો આ જોઈ ને આપડા દેશ ના નેતા ને પણ ગોંડલ ના મરચા લાગીયા છે તો ફેસબુક ,યાહુ ને ગુગલ ને હેરાન કરવાનો કે પછી એની પાસે થી પૈસા માટે નાટક ચાલુ કરીયા છે . એ માટે અદાલત માં મુદતું પડે છે જોયે શું નવો ફણગો ફોડે છે .અત્યારે નાંજ એક સમાચાર છે કે મેગાઅપલોડ નામ ની સાઈટ ના માલિક ને પકડી લેવામાં આવિયા છે ને સાઈટ પણ બંધ કરી દેવા માં આવી છે કારણ છે પાયરેસી .

સોશિયલ નેટવર્કિંગ ના પાવર નો ઘણા ને અનુભવ થઈ ગયો . ગોડેડી.કોમ નામ ની સાઈટ તરફ થી આ કાયદા ને અમલ માટે સમર્થન કર્યું હતું . આ સાઈટ ડોમેન નેમ નોધાવા નું કામ કરે છે કાયદા ને અમલ માટે સમર્થન કર્યું તો આ સાઈટ પર થી ૪૮૦૦૦ થી વધારે ડોમેન ૨ દિવસ માં બીજી જગ્યા એ ટ્રાન્સફર થઈ ગયા ને ગોડેડી.કોમ ને સમર્થન પાછુ લેવું પડયું છે .

જોયે હવે આ માથાકૂટ માં શું થાઈ છે . SOPA ને PIPA આવી જાશે અને આપડા દેશ માં જે માથાકૂટ ચાલે છે એ આવી જાશે તો મને પણ આમ છુટ નહિ મળે મારા આ બ્લોગ પર ડમરી ઉડાડવાની .બની શકે કે મારા બ્લોગ માં પોસ્ટ કરતા પહેલા મારે NOC લેવામાં માટે કપિલ સિબ્બલ કે બીજા રાજકારણી ની ઓફીસ માં જવું પડે .

જોયે હવે શું થાઈ છે ………………

Advertisements

3 thoughts on “SOPA ને PIPA ની પળોજણ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s