વોહ પુરાની યાદે ….

વોહ પુરાની યાદે ……….
થોડા દિવસ પહેલા મારા એક ફેસબુક  મિત્ર એ સેર કરલો લેખ યાદ  આવી ગયો …””.રૂપલી મારી પહેલો ક્રશ …”” . એ લેખ માં  હતું એવો જ કૈક અમારી હાલત પણ હતી …
આજે રાતે અચાનક જ ઘણા ટાઈમેં  મારી એક બહુ જાણીતી  જગ્યા ….મારા ગામ ની હાઈસ્કુલ  માં  જવા નું થીઊ . ત્યા જે કઈ  સભા હતી એમાં કઈ હતું નહિ પણ …હાઈસ્કુલ  માં સાથે ભણતા મિત્રો પણ ત્યા ભેગા  થઈ ગયા  .તો હાઈસ્કુલ ની રૂમ માં આટો મારવા ગયા તો હજી ઘણી નિશાનીઓ હતી . એ  અમારી જૂની યાદો માં ખેચી લઇ ગઈ ….

કલાસ માં બેંચો હતી …એમાં કરેલા નિશાનો હતા …એક બેંચ માં ૪-૪ જણા ને બેસવું પડતું . તો બેંચ માં ભાગ પડેલા કે આથી આગળ આવું નહિ ..
હાઈસ્કુલ ના  માસ્તરો માં  મારી એક હોશિયાર  ને  ડાયા છોકરા ની છાપ હતી ….પણ હતો  નહિ !!! .રોજ આપેલા હોમવર્ક  તપાસ નું કામ મારે ભાગે આવતું. અને છોડયું (Girls)  ના પણ હોમવર્ક પણ જોવા નો મોકો મળતો….તો જાજા માં જાજી માથાકૂટ પણ  એની સાથે થતી ..

શરીરમાં હોર્મોન્સની ઊછળકૂદ શરૂ થાય એટલે ભાઈબંધો સાથે શોર્ટ કટથી ટ્યૂશન ક્લાસમાં પહોંચી જવાને બદલે લાંબો રૂટ પસંદ થવા લાગે છે? શા માટે? એ રસ્તે ગર્લ્સ સ્કૂલ છે અને પેલી ઊંચી, બોબ્ડ હેરવાળી છોકરીની એક ઝલક મેળવવાનો મોહ છૂટતો નથી. એ છોકરી તમારો પહેલો ‘ક્રશ’ છે. ‘ક્રશ’ એ મોહનું શારીરિક આવેગોમાં ઝબોળાયેલું ગમતીલું સ્વરૂપ છે…

ફર્સ્ટ લવમાં કેટલું મોહતત્વ ઓગળેલું હોય છે? પ્રેમ એક કરતાં વધારે લાગણીઓનું ઝૂમખું છે અને એમાં મોહનું વજન ખાસ્સું એવું છે. સેકન્ડ, થર્ડ, ફોર્થ લવમાં બીજી બધી લાગણીઓનું જે થતું હોય તે પણ મોહનું એલિમેન્ટ ઉત્તરોત્તર ઘટતું જ જતું હોય છે! પ્રેમમાં પડવું અથવા પ્રેમમાં હોવું એટલે મોહભંગ થવા માટે રેડી રહેવું! ‘ઓફિશિયલી’ દિલ તૂટે કે ન તૂટે, પણ ગાઢ સંબંધમાં નિભ્રાર્ન્ત થવાની ક્ષણ તો આવે જ છે. :(Source : Divyabhaskar )

અને પહેલો ક્રશ  પણ ત્યારે જ હતો….નામ હતું ..******* જાહેર જગ્યા છે માટે  નામ નહિ લખું . કેમ કે હવે એ લગન કરી ને એના  ઠેકાણે છે . ને નામ લખી તો ક્યાંક ડખો થઈ જાય ….આખો  કલાસ એક જ છોડી  પાછળ હતો …એ એના નામ થી જાજી એના બાપ ના નામ થી ઓળખાતી ..કોઈ ને કહો તને કોંણ ગમે તો ….તો કે ફલાણા વારી (ફલાણા એટલે છોરી નો  બાપ !!!  ) .અરે સ્કુલ થી આવી ને પણ એના ઘર ની આજુ બાજુ ના આટા ફેરા હતા . એ દૂધ લેવા માટે કેટલા વાગે જાય છે એ પણ ખબર હોતી …..

એ લોકો જુના ગામ થી દુર થોડે નવા પ્લોટ માં રહેતા તો …જો જુના ગામ એ આવે તો બધાને ખબર પડી જાય કે ..ફલાણા વારી ગામ માં આવી છે ..ક્યાં ગયી ..ક્યારે પછી આવશે એના અનુમાન લાગવા ના ચાલુ થી જાય ….પણ ત્યારે ક્યા આવી ખબર પડતી કે એ સુ છે.??? …બસ ગમે છે …એટલું  જ એ થી વધારે કઈ નહિ  !!!

અરે એ જો કોઈ છોકરા સાથે વાત કરે તો ….એ ત્યારે બ્રેકીંગ સમાચાર થઈ જતા કે ફલાણા વારી ઓલા સાથે વાત કરતી હતી ….સુ વાત કરી એ જાણવા માટે કૈક પેંતરા થતા …..અને બુધવાર …..ની તો  રાહ જોવાતી ..બુધવાર ના દિવસે  યુંનીફોમ ના પહેરવા નો હોઈ  . . છોકરી માં એક ને માત્ર એક હતી(ફલાણા વારી) જે સ્કુલ પેન્ટ શર્ટ પહેરી આવતી ….

એમ ને એમ ક્યારે ધોરણ  ૮-૯-૧૦ પુરા થઈ ગયા  ને …ફલાણા વારી ને દૂર થી જોયે રાખી …કોઈ ની હિમત  ના ચાલી

અને એ પછી તો બધા અલગ અલગ થઈ ગયા ….ત્યારે  સાથે એક સાયકલ પર  ફલાણા વારી ના ઘર ના આટા ફેરા  કરતા એ વિનીઓ(Vinod) સુ કરે છે . એ નથી ખબર .ને  કમલો(Kamlesh) શું કરે છે એ પણ નથી ખબર …આજે બધા ની કૈક અલગ અલગ જિંદગી છે . અરે  ઓલી ફલાણા વારી ના લગન હતા તો પણ કોઈ ને ક્યાં ખબર હતી??  …..સવારે ઓફિસે  જવા નીકળેલો  તો ગામ ની  વાડી (Marrige hall ) માં ફલાણા પરિવાર આપનું સ્વાગત કરે છે …એવું  બેનર   હતું ત્યારે ખબર પડી કે આજે તો મારી -આપણી  ફલાણા વારી ના લગન  …..છે..

અરે આવું તો ઘણી ખાટી મીઠી  વાતો હતી જે ચર્ચાને  અરેણે ચડી ….Miss you all

Advertisements

2 thoughts on “વોહ પુરાની યાદે ….

 1. • » નટખટ સોહમ રાવલ « • કહે છે:

  🙂 🙂 🙂

  અરે ભાઇ, તમે તો મારા (અને આપણા જેવા ઘણાં જુવાનીયાઓની) વાત કહી દીધી 😉

  પણ અફસોસ પરણી ગઇ 😦 અને એ પણ આપણને જાણ ત્યારે થઇ જ્યારે બેનર જોયું!

  બાકી છેલ્લુ વાક્ય જોરદાર લખ્યું હોં કે, “ત્યારે ખબર પડી કે આજે તો મારી -આપણી ફલાણા વારી ના લગન …..છે..”

  😆

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s