બાપુ ના સાલીયાણા બંધ થઈ ગયા

ના આ કોઈ  રજવાડા ની વાત નથી ..કે સરદાર પટેલે જે  સાલીયાણા બંધ કરિયા હતા .
આ મારી આજ ની દુખ ભરી વાત છે ….( તા. ક . ટીસું પપેર બાજુ માં રાખજો આંસુ પણ આવી સકે છે . ) અને ભીનું થઇ જઈ તો પછી કેતા નહિ .

લિયો ત્યારે માંડી ને વાત કરું ……વાત જાણે એમ છે કે ………

મારી કોપી પેસ્ટ વારી સાઈટ નું આજે રામ નામ સત્ય .હે થઈ ગયુ. સાઈટ ની હોસ્ટીંગ  કંપની એ કોપી -રાઈટ  નો દંડો પકડાવી ને મારું ખાતું બંધ  કરી મારીયુ .૪૦૦૦ વીજી ટ  નો   સત્યાનાશ થઈ  ગયો.સાથે સાથે મારા બે ટક ના  આવવા ને જાવા ના ભાડા જેટલા એ કોપી પેસ્ટ વારી સાઈટ માંથી કમાતો તો એ બંધ  હોઈ ગયું ..(બાપુ ના સાલીયાના  બંધ થઈ ગયા !!! )……..ને સાથે સાથે  એ  હોસ્ટીંગ  કંપની ફી પેટે ચૂકવેલા પૈસા .નું પણ હવે જોખમ છે .

હોસ્ટીંગ  કંપની અમેરિકા ની છે . વાતચીત  ચાલે છે. જોયે એ ભુરીયા હવે સુ  મીઠી ચિગમ આપે છે .

નવા નાણાકીય વરસ માં કરેલા નવા એક સંકલ્પ નું પણ સત્યાનાશ …..લાગે છે પાછી સત્યનારાયણ ની કથા કરવી પડશે …અને બહુ મહેનત નથી કરી એ સાઈટ  પર માટે પેટ બળતરા કરવા જેવું કઈ નથી . લોચો એ છે  હોસ્ટીંગ  કંપની ને  ૮૩ $  નું જે હાથગરનું (લગન માં જમવા જઈ ને જે ચાંદલો આપી એ ) કર્યું છે એ નું સુ થઇ એ જોવાનું  …હવે જેવી હનુમાન ની મરજી .  ( હનુમાનજી ને પણ  નાળીયેર ની લાંચ આપવી પડે એવું લાગે છે )

 

“”વીજળી ને ચમકારે મોતીડા  પરોવો  રે  પાનબાઈ   અચાનક અંધારા થાય …….””

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s