થોડું મારા વિશે

હું અશ્વિન પટેલ  મોરબી ની બાજુ ના એક ગામ થી  …ગામ નું નામ છે ઘૂટું.   છેલ્લા ૭ વરસ થી internet  પર  ખાખા ખોળા કરું છું. ઘણા બ્લોગ બનાવિયા પણ પહેલી વાર મારો બ્લોગ મારી ભાષા  માં ……એટલે કે ગુજરાતી માં અખાતરો  કરું છું . કામ માં તો હાલ માં હળવદ માં મેહતાજી તરીકે ……હા બાપા …સુધરેલ લોકો accountant કે છે .

અખેજીઓ જીવ છે … નવું નવું શીખવાનો  શોખ . ભણવા માં તો  ૧૦ ચોપડી પાસ ..પછી જય સિયારામ …સંગીત સંભાળવા નો શોખ ખરો … શ્રેયા ઘોષાલ ના સીલીંગ ફેન ને ટેબલ ફેન …

“” એ કવ છુ સાંભળો છો ?? ” આવું કોઈ કિયે એવું ગોતવાનું છે ,,, એટલે એમ  કે  હજી કુંવારા  છીએ  ….( સારી છોકરી ધીયાન માં હોઈ તો ફેસબુક માં ફોટો છે જોવો હોઈ તો )   હવે સગાઇ થઈ ગયી છે। ……….. 😉 😉

લીઓ ત્યારે આહી લગી આવી  ને મારી   સંભાળ લીધી મને મજા પડી ,,,,અને આમ આ  ડેલી એ આવતા રેજો .ને કઈ ભૂલચૂક હોઈ તો નીચે ….કોમેન્ટ નું ખાનું છે ત્યા લખી મારજો …

………………..જય  શ્રી  હનુમાન

Advertisements

33 thoughts on “થોડું મારા વિશે

 1. hirrenjoshiJoshi કહે છે:

  અશ્વિનભાઈ,તમારો બ્લોગ વાંચીને મજા પડી ગઈ બાપુ!

  આવું ને આવું લખતા રે’જો.

  મારો પણ એક નાનો એવો બ્લોગ છે,મિજાજ નિરાંતે વિઝીટ કરજો બાપલા.

  લ્યો ત્યારે જય સીયારામ.

  http://Meejaj.blogspot.com

 2. Dharmesh Vyas કહે છે:

  અશ્વીનભાઈ,

  “જ્ઞાન સાથે ગમ્મત” પર મળેલા આપના પ્રેમ અને સહકાર જોઈને મોજેમોજ.કોમ ના નામ થી વેબ બ્લોગ શરુ કરેલ છે.

  આશા રાખીશ આપનો સહકાર ત્યાં પણ મળતો જ રહેશે.

  આપની બ્લોગ ઉપર મુલાકાત અને અભિપ્રાય મને અનુરૂપ ફેરફારો કરવામાં મદદ કરશે.

  http://www.mojemoj.com

  ધર્મેશ

 3. Gujaratilexicon કહે છે:

  નમસ્કાર!
  આપનો બ્લોગ ”અશ્વિન પટેલનો બ્લોગ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

 4. વીરપરીયા જતીન કહે છે:

  અશ્વીન ભાઈ,,,,,,આશા રાખુ છુ કે કદાચ મને ઓડખતા હોઇસો ,,,તમારા જ ગામ નો …એક યુવાન …
  આપણા ગામ ના યુવાનો ને તમારા જેવા એક ટ્રેનર ની જરુર છે ….
  તમે ઘુંટું ના છો એ સાભંળી અથવા બ્લોગ પર ઘુંટું નુ નામ વાચીં ને સારુ ફીલ થાય છે…..
  જતીન વિરપરીયા

 5. diveducation કહે છે:

  ઈ આ ઈન્ટરનેટ પર રખડતા ભટકતા તમારી ડેલી એ આવી ચડ્યા, એ ગુજરાતી ભાષા માં બહુ હારું લખો છો હો,
  મજા પડી ગઈ તમને વાંચવાની- ઈ આવું ને આવું અવનવું લખતા રહેજો , એ હાલો ત્યારે રામ રામ

 6. Harshad Bataviya કહે છે:

  શ્રી અશ્ર્વીનભાઇ
  આપની પ્રેરણાથી મે હાલ ગુજરાતીમાં બ્લોગ બનાવવાની શરુઆત કરેલ છે, એમ કહો કે હાલ હુ પા પા પગલી કરી રહ્યો છું. બ્લોગ બનાવવા વિશે એટલુ બધુ જ્ઞાન નથી પરંતુ શરુઆત કરી છે આગે આગે દેખા જાયેગા. અશ્ર્વીનભાઇ આપનો બ્લોગ ખૂબજ સરસ છે. આપના બ્લોગમાં આપે જે જર્નાલીસ્ટ થીમ વાપરી છે તે મારી પાસે ડાઉનલોડ કરેલ છે પરંતુ તે હુ કઇ રીતે વાપરી શકુ તેનો ખ્યાલ નથી તો હેલ્પ કરશોજી. રાજકોટમાં બ્લોગ વિશે વધુ માહિતી જોઇતી હોય તો જો આપને ખ્યાલ હોય તો જણાવશો.

 7. ashwinkumar jodhani કહે છે:

  માનનિય શ્રી, અશ્વિનભાઈ,
  આપનો પ્રયાસ ખુબ જ પ્રસંશનીય છે, આપ જે આપણી માતૃભાષા ગુજરાતી ને અગ્રીમતા આપી તે બદલ
  એક ગુજરાતી તરીકે આપનો આભારી છું, તમારા બ્લોગ માં સરસ અને સરળતા થી તમામ માહીતી પીરસવા ની
  કળા પણ સારી છે આપ ઉત્તરોતર પ્રગતી કરે એવી મારી શુભેચ્છા…………..

 8. રીતેશ મોકાસણા કહે છે:

  નિખાલસતા હમેશા મને આકર્ષે છે. હું પણ હળવદથી વીઘા એક ગામ દુર સાયલાનો છું. પાન હાલમાં ઘણા વીઘા દુર નીકળી ગયો છું. આપનો બ્લોગ ઘણો સરસ છે.

 9. Arvind Adalja કહે છે:

  એક પટેલના દીકરા તરીકે મૂકેલ પોસ્ટે આપના બ્લોગની મુલાકાત લેવાનું મન થયું. શાબાશ દોસ્ત ! નિખાલસતા સાથે મનમાં હોય તે અન્યો સાથે વહેચવું અને આપણાં વિચારો અન્યોને પણ પસદ પડે તે જાણી ખૂબ જ આનંદ આવે ! લગે રહો, યાર !

 10. virajraol કહે છે:

  આમ તો તમારા બ્લોગ પર આંટા મારતો જ રહેતો હોઉં છું, પણ આજે જયારે તમારી સાચા સમય પર કરેલી પોસ્ટ વાંચી ત્યારે કમેન્ટ કરવાનું મન થઇ ગયું! તમારી પાસે માધ્યમ છે, તમારી પાસે અવાજ છે અને તેનો સાચો યુઝ સાચા સમયે કરીને ખુબ જ પ્રશંસનીય કામ કર્યું છે!
  આપનો ખૂબ ખૂબ આભાર આવી પોસ્ટ્સ લખવા માટે. ફ્યુચરમાં પણ લખતા રહો તેવી આશા!
  Great job! Keep it up!!

 11. Capt. Narendra કહે છે:

  ભૈ, હું દુનિયાના એક છેવાડામાં રઉં છું પણ તમારો બ્લૉગ વંટોળિયાની જ્યમ આંયા પણ આવી પુગ્યો. ધન્ય છે તમને, તમારી પ્રમાણીકતાને અને વાત્ય કે’વાની રીતને. સંચોડી હૈયમાં ગરી ગઈ.હું પણ સૌરાષ્ટ્રમાં (હાલાર અને ગોહિલવાડ – આ નામ હવે હંધાય ભુલી ગ્યા સે) મોટો થ્યો તેથી જલમભોમકાની બોલીને રોટલો-ગોળના ભોજનની જેમ હાંચવી હાંચવીને માણું છું અને આજે ઘણા દન્ય પસેં તમારી પાંહેથી હાંભળ્યો. મજા પડી. બસ, આમ જ લખતા રહેજો. લખાણમાં હાંચનો રણકો હોય – જે તમારી પાંહે સે, તો ઈ કાયમ માટે જીવતો રિયે. એક ભલામણ કરૂં? જે જે લખો સો, ઈની ફાઈલ બનાવજો અને કો’ક દિ એની ચોપડી બનાવજો. તમે લખો સો ઈ આંખ્યું દેખ્યો હેવાલ સે, અને આવતી કાલની પરજા માટે દિવો બની રે’શે. બસ, થોડામાં જાજું કરી વાંચજો.

 12. અશ્વિન વાઢેળ કહે છે:

  હા અશ્વિનભાઈ સર તમારો બ્લોગ વાંચી ને થોડી મજા આવી તેમજ તમારા વિશે થોડું વધારે જાણવા મળ્યું અને સાથે સાથે થોડું entertainment પણ થઈ ગયું. તેમજ બ્લૉગર બનવું એ એક સારું કામ છે એ પણ જાણવા મળ્યું છે. અને હા ગુજ્જુ બ્લોગર ની મિટિંગમાં તમારો સેશન સાંભળવા ની ખૂબ મજા પડી હતી.

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s