અશ્વિન પટેલ નો બ્લોગ

આજ કાલ નોધ બહુ લેવાઈ છે

with 3 comments

આજ કાલ નોધ બહુ લેવાઈ છે

અરે બોસ આપડી જ હોઈ ને !! ઘણા લોકો એ અજાણતા લીધી તો ઘણા એ જાણીજોઈ ને લીધી ને …ઘણા લોકો એ કરેલા થોડા કામ ના હિસાબે લીધી .અહી લખીસ તો ઘણા કેસે કે વાહ વાહ લૂટવા માટે લખે છે .ભાઈ આ દુનિયા માં કોઈ એવું નથી જેને પોતાની વાહ વાહ ના જોતી હોઈ . અમે તો ભાઈ આવા જ છી. હમ તો જેસે હે વેસે રહેગે :) ….હજી કાંઈ ફેરફાર થીઓ નથી લાગે છે કઈ ફેરફાર થઈ એવું નથી. બાકી સહિષ્ણુતા અને પરિપક્વતા આવા ભારેખમ સબ્દો મને નથી આવડતા .

નોધ -૧ : રક્તદાન કરી ને નોધ આપી . વાત જાણે એમ હતી … અહી ની જાણીતી એક હોસ્પિટલ માં મિત્ર ના ભાઈ ની તબિયત સારી ના હોવાથી જોવા માટે ગયો હતો અને બાજુ ના રૂમ માં ગોધરા બાજુ થી આવેલ મજુર દાખલ હતા અને લોહી ની જરૂર હતી ને બ્લડ બેંક વારા લોહી સામે લોહી માંગતા હતા. એ લોકો આપી સકે એમ ના હતા તો એના માટે રક્તદાન કર્યું (પહેલો અનુભવ … )

નોધ -2 : મિત્ર ના લગન હોઈ ..મોજ તો હોઈ … રાતે ડિસ્કો દાંડિયા ના જલસા માં જામો પડીઓ ને ભલા મોરી રામા….ભલા તારી રામા :) જલસા ના સમાપન ને છેડે એક હિન્દી ગીત પર ડિસ્કો કરી ને બધા ને વન્સ મોર …વન્સ મોર કેવા માટે મજબુર કરિયા !! ને વન્સ મોર પણ કર્યું (બંધ બારણે એકલા એકલા કરેલો ડિસ્કો નો અનુભવ કામ આવીઓ હો … :) )

નોધ -3 : અહી ની એક બી.સી.એ કોલેજ માં બ્લોગ કેમ બનાવો અને એમાંથી કાવડિયા કેમ કમાવા એ ઉપર નાનું એવું એક પ્રઝેનટેસન આપ્યું. આપડું ભણતર જાજુ નહિ ને એટલે ગુજરાતી માં જ આપ્યું હો !! ભલે ૧૦ ચોપડી પાસ પણ જમાવટ પાડી

નોધ -૪ : પહેલી વાર ગુજરાતી બ્લોગ જગત માં આપડી નોધ લેવાણી… હા એક બ્લોગર મિત્ર એ બઘડાટી બોલાવે એવી હું બુધ્ધિનું દેવાળું ફેકું છું અને અરુચિકર ભાષાનો પ્રયોગ કરું છું …….:) સાથે સહિષ્ણુતા અને પરિપક્વતા જેવા ભારેખમ સબ્દો સાથે નોધ લેવાણી ( જામો પડી ગયો હો બાપુ !!! )

ગાજર ખાઈ ને માથે પાણી પીવો એવું !!!!!!!
….. (તા.ક અહી કોમેન્ટ કરવા ની ઈચ્છા છે ?? હા તો મોજ થી કરો પણ મને ગલગલીયા થશે તો મંજુર કરવા માં આવશે , મંજુર ના થાઈ તો ..?? …..તમારો બ્લોગ છે .. હા તો ત્યા મારા બ્લોગ નો રીવ્યુ મોજ આવે એમ લખો !!! હેપી બ્લોગીંગ :) )

Written by અશ્વિન પટેલ

February 23, 2012 at 7:14 am

3 Responses

Subscribe to comments with RSS.

  1. રક્તદાન પ્રથમવાર કર્યું. જાણી ને સારું લાગ્યું. આશા છે કે અવારનવાર કરશો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને અન્ય કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને મદદ પણ મળી રહેશે.

    preeti

    February 25, 2012 at 5:45 am

  2. ખુલ્લા મનથી લાખો છો સારી વાત છે….

    vandana patel

    February 25, 2012 at 6:23 pm

  3. abhinandan ashvin bhai …

    preeti tailor

    February 26, 2012 at 4:25 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blogroll

Follow

Get every new post delivered to your Inbox.

Join 169 other followers